શું તમારે હયાતી અથવા ગુજરનાર નો પેઢીઆંબો અને પેઢીનામાનું સોગંદનામુ બનાવવા માંગો છો ?

જો તમે જાતે કોમ્પ્યુટરમાં Microsoft Office Word માં
ગુજરાતીમાં એડિટ કરી શકો છો તો E01 Pedhinama.Doc અને
E02 Sogandhnamu.Doc ફાઈલ ની લિંક આપેલી છે.
આ બ્લોગ ની લિંક છે તેમાં ક્લિક કરવાથી અમારો બ્લોગ ખુલશે
https://cutt.ly/2nI77gf ત્યારબાદ ડાઉનલોડ લિંક મળશે 


 હયાતી પહેલાં અને બાદ કુટુંબના સભ્યોનો વહેંચણ હક જતો કર્યાના લેખને રજિસ્ટર્ડ કરવો જરૂરી નથી

         હિંદુ લો મુજબ સંયુક્ત માલિકીની મિલકતના દરેકે દરેક સહમાલિક તે મિલકતનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંયુક્ત મિલકતની માલિકી ધરાવતા હોય છે, સંયુક્ત માલિકીની આવી મિલકત અંગે સહમાલિકો વચ્ચે થયેલ પાર્ટિશન યા વહેંચણીની દરેક સહમાલિકોનો અલગ અલગ હિસ્સો નક્કી કરવામાં આવે છે. કૌટુંબિક મિલકતની વહેંચણી એટલે કુટુંબના વડીલ પોતાની હયાતીમાં કુટુંબની વડીલોપાર્જિત વારસાગત જમીનોની વહેંચણી પોતાના કુટુંબના સભ્યો વચ્ચે કરી આપે અથવા કુટુંબના વડીલ વ્યક્તિના અવસાન થવાને કારણે મરનાર વ્યક્તિની વારસાઈ અંગેની કાર્યવાહી દરમિયાન વારસદારો વચ્ચે સમજૂતી અગર વારસદારો પૈકી પુત્રીઓ પોતાનો હક ભાઈઓની તરફેણમાં છોડી દે વિગેરે જેવી તબદીલીઓ કે જ્યાં નાણાકીય લેવડ-દેવડ કુટુંબના સભ્યો વચ્ચે થયેલી હોય આવી કુટુંબની મિલકતની વહેંચણીને કૌટુંબિક મિલકતની વહેંચણી તરીકે ઓળખાવી શકાય અને કાયદા મુજબ આવી કૌટુંબિક મિલકતની વહેંચણી માટે રજિસ્ટર્ડ દસ્તાવેજ હોવો જરૂર નથી અને આવા લેખો રૂ.૧૦૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર થઈ શકે છે. વડીલોપાર્જિત, સ્વ-પાર્જિંત મિલકતો-ખેતીની જમીનોમાંથી સીધીલીટીના વારસદારો વચ્ચે હક ઉઠાવવો, વહેંચણી કરવી, પુનઃવહેંચણી કરવી તથા હયાતીમાં હક દાખલ કરવા અને તે બાબતે હકપત્રકમાં નોંધો દાખલ કરવા બાબતની મહેસૂલી અધિકારીઓને સૂચના આપતી કાર્યપદ્ધતિ અંગે હાલમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર ક્રમાંકઃ હકપ-૧૦૨૦૧૬-૧૦૧૭-,તા. ૧૪/૦૩/૨૦૧૬ના રોજથી ખૂબ મહત્ત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે અને  પરિપત્રમાં નીચે જણાવેલ વિગતોના કિસ્સાઓમાં હકપત્રકમાં નોંધો પ્રમાણિત કરવા તમામ મહેસૂલી અધિકારીઓની નીચે મુજબની સૂચનાઓનો અમલ કરવા જણાવવામાં આવેલ છે.

() વારસાઈની નોંધો

ખેતીની જમીનની વારસાઈ કરતી વખતે પેઢીનામામાં તમામ વારસદારો દર્શાવેલા હોવા જોઈશે અને તમામ વારસદારો (સગીર વારસદારો સહિત)ના નામો દાખલ કરવાના રહેશે. વારસાઈથી પ્રાપ્ત થતી ખેતીની જમીનના વારસદારોના નામ દાખલ કરવા બાબતે વારસદારો દ્વારા સોગંદનામું તથા પેઢીનામું કરવાનું થાય છે. આ સોગંદનામાના લેખ ઉપર ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ના આર્ટિકલ- 'સોગંદનામા' મુજબ રૂ.૨૦/-નો સ્ટેમ્પ વાપરવાનો થાય છે.

()કૌટુંબિક વહેંચણી અંગેની નોંધો

         પિતા/માતા પોતાની હયાતીમાં પોતાના સંતાનોને ખેતીની જમીનની વહેંચણી કરી આપે તે સંજોગોમાં કે પિતાના/ માતાના મૃત્યુ બાદ પુત્ર-પુત્રીઓની વારસાઈ થયે પુત્રીઓ પોતાનો હક જતો કરે તે સંજોગોમાં જો વ્યવહારોમાં પૈસાની લેવડ-દેવડ થયેલ ના હોય તો તેવી કૌટુંબિક વહેંચણી અંગેની નોંધો પ્રમાણિત કરવા રજિસ્ટર્ડ દસ્તાવેજ રજૂ કરવા જણાવવાનું નથી તેવી સૂચનાઓ વખતોવખત આપવામાં આવેલ હોવા છતાં આવા વ્યવહારોની નોંધ કરતી વખતે રજિસ્ટર્ડ દસ્તાવેજ રજૂ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે જે ઉચિત નથી. આથી નોંધ પાડવાની તેમજ નોંધ પ્રમાણિત કરવાની સત્તા ધરાવતા સર્વે મહેસૂલી અધિકારીઓને આથી સૂચિત કરવામાં આવે છે કે પૈસાની લેવડ-દેવડ થયેલ ના હોય તો તેવી કૌટુંબિક વહેંચણી અંગેની નોંધો પ્રમાણિત કરવા રજિસ્ટર્ડ દસ્તાવેજ રજૂ કરવાનું જણાવવાનું નથી. ઉક્ત વિગતોએ ખેતીની જમીનની કૌટુંબિક વહેંચણી અન્વયે નીચે દર્શાવ્યા અનુસાર કાર્યવાહી હાથ ધરવાની રહે છે

 વારસાઈ વ્યવહારો વિગત

. ખેડુત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈથી દાખલ થતા કાયદેસરના વારસદારો (પુત્ર, પુત્રી, પત્ની) વચ્ચે થતી પ્રથમ કૌટુંબિક વર્હેચણી,

કરવાની કાયવાહી / સ્ટેમ્પ ડ્યૂટીની વિગત : રૂ.૧૦૦/- ની સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈ કરેલ એકરારનામું કરવાનું રહેશે.

 . વારસાઈ હકથી મળેલ પોતાના હિસ્સાની ખએતીની જમીન ખેડૂત ખાતેદારના અવસાન બાદ પાંચ વર્ષના સમયગાળાની અંદર તે જ વારસદારો વચ્ચે બિનઅવેજ અદલોબદલો કરવામાં આવે

કરવાની કાયવાહી / સ્ટેમ્પ ડ્યૂટીની વિગત - રૂ. ૧૦૦/-ના સ્ટેમ્પ ઉપર એકરારનામું કરવાનુ રહેશે. વારસાઈથી મળેલ મિલક્તમાં ફક્ત એક જ વાર લાભ મળશે પાંચ વર્ષ બાદ ગૂજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮નાઅનુસુચિ-૧ના આર્ટીકલ-ર૬ પ્રમાણેની કાર્યવાહી કરવાની રહેશે,

 . ખેડૂતો દ્વારા વારસાઈ હકે સંયુક્ત નામે હોય તેવી ખેતીની જમીનના બિનઅવેજ વહેંચણી લેખ કરવામાં આવે.

કરવાની કાયવાહી / સ્ટેમ્પ ડ્યૂટીની વિગત - મિલકતની જંત્રીની કિંમત રૂ૧,૦૦,૦૦૦/-થીવધુ ન હોય તો સ્ટેમ્પ ડ્યુટી રૂ. ૧૦૦/- અને જો જત્રીની કિંમત રૂ. ,૦૦,૦૦૦/- કરતા વધુ હોય સ્ટેમ્પ ડ્યૂટી રૂ. ૫૦૦- પાંચ વર્ષ બાદ પરિપત્રના ફકરા-૪માં જણાવ્યા પ્રમાણેની કાર્યવાહી કરવાની રહેશે.

 હક જતો કરવવાના વ્યવહારો

 1. ખેડૂત ખાતેદારનું અવસાન થતા વારસાઈ હકે મળેલ ખેડૂત ખાતેદારો દ્વારા અરસપરસ બિનઅવેજ પોતાના હક મિલક્તના સીધી લીટીના દાખલ થયેલા વાર્સદારોની તરફેણમાં જતો કરવાનો ફારગતી સ્લીઝનો લેખ કરવામાં આવે ત્યારે.

કરવાની કાયવાહી / સ્ટેમ્પ ડ્યૂટીની વિગત - રૂ. ૧૦૦:-ની સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈ થયેલ લેખથી.

 . વારસાગત ખેતીની જમીનમાં હયાતીમાં હક દાખલ કરવમાં આવેલ હોય તે મિલક્તમાંથી બિનઅવેજ હક સીધીલીટીના દાખલ થયેલા વારસદારોની વારસાઈ થયાથી પાંચ વર્ષની અંદર તરફેણમાં હક જતો કરવો.

કરવાની કાયવાહી / સ્ટેમ્પ ડ્યૂટીની વિગત - ખેતીની જમીન રૂ. ૧૦૦/-ની સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈ કસેલ એકરારનામું કરવાનું રહેશે. પાંચ વર્ષ બાદ પસ્પિત્રના ફકરા-૪માં જણાવ્યા પ્રમાણેની કાર્યવાહી કરવાની રહેશે,

  . ખેડૂત ખાતેદારની સ્વપાર્જિત ખેતીની જમીનમાં હયાતીમાં હક દાખલ કરવામાં આવેલ હોય તે મિલકતમાંથી બિનઅવેજ હક સીધીલીટીના દાખલ થયેલા વારસદારોની તરફેણમાં હયાતીમાં હક દાખલ થયેલી પાંચ વર્ષની અદર હક જતો કરવો,

 કરવાની કાયવાહી / સ્ટેમ્પ ડ્યૂટીની વિગત - રૂ. ૧૦૦/- ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરેલ એકરારનામુ કરવાનું રહેશે પાંચ વર્ષ બાદ આ પરિપત્રના ફકરા-૪માં જણાવ્યા પ્રમાણેની કાર્યવાહી કરવાની રહેશે.

 

Radheshyam Patel: +91 70 1615 9450 WhatsApp

Email        :  pcdome11@gmail.com

Skype        : pcdomes

 www.pcdomes.com